શ્રી દરિયાલાલ ની અવતાર કથા2018-09-29T21:09:45+05:30

ઈસુની ૧૧મી સદીમાં હિન્દુતાના અસ્તિત્વ પર ભારે ભય તોળાઇ રહ્યો હતો. સિંધમાં નગરોમાં એ વખતે એક યવન રાજા રાજ્ય કરે. હિન્દુત્વનો એક વખત યોજનાબદ્ધ રીતે નાશ થઈ રહ્યો હતો. હિન્દુ પ્રજા તે વખતે હેરાન પરેશાન હતી.. છેવટના ઉપાય તરીકે સઘળી હિન્દુ પ્રજા સાગરકાંઠે ખૂબ દુઃખી હૃદયે પ્રભુના સહાય માટે પ્રાર્થના કરવા લાગી. સૌ પ્રાર્થનામાં લીન હતા ત્યારે ભગવાન વિષ્ણુએ આકાશવાણી કરી: ‘હે ભક્તો ગભરાશો નહીં, વિચલિત થતો નહીં, હું સાગરદેવ સ્વરૂપે  ( અમરલાલ ) નશરપુરમાં અવતાર ધારણ કરીશ.’ આ દિવ્યવાણી સાંભળી સૌ અત્યંત હર્ષ પામ્યા.

સંવત ૧૧૦૭ના ચૈત્ર સુદ બીજને શુક્રવાર ના પાવન દિવસે નશરપુરના રહીશ શ્રી રતનરાય ઠક્કરને ઘર તેમના ધાર્મિક વૃત્તિવાળા પત્ની શ્રીમતી દેવકીજીના પેટે શ્રી દરિયાલાલ નો જન્મ થયો. અત્યંત દિવ્ય એવા આ બાળકના દર્શન કરી સૌ ભાવવિભોર બન્યા. સર્વત્ર ઉત્સાહનું વાતાવરણ થયું.

આ ખબર ત્યાંના દુષ્ટ રાજા યવન ને કાને પડ્યા તે તરત જ તેણે તેના વજીરને હુકમ ફરમાવ્યો કે પેલા બાળકને પકડી ને તેને સમક્ષ હાજર કરવામાં આવે. વજીરએ બાળકને પકડવા નીકળ્યો. સમુદ્ર કિનારે પસાર થઇ રહ્યો હતો ત્યાં તેણે એક કૌતુક જોયું. વિશાળ સમુદ્રની મધ્યમાં થી એક તેજસ્વી પુરુષ ઘોડે ચઢી સમુદ્રના પાણી પર જાણે જમીન પર ચાલતો હોય તેમ દમામભરે આગળ વધતો જોયો. તેની સાથે લશ્કર હતું. તેણે પૂછ્યું કે ઓ પુરુષ તું કોણ છે? ગગન ભેદી નાખે એવા પ્રચંડ અવાજે તે દૈવી પુરૂષે જવાબ આપ્યો: ‘હું અધર્મીઓનો નાશ કરવા આવ્યો છું જો તારે બચવું હોય તો નશરપુરમાં અમર અમરલાલ ના શરણે જા !’ આ સાંભળી વજીર તો શરણે થઈ ગયો. આ સંદેશો લઈ વજીર રાજા પાસે ગયો. રાજા તો ગુસ્સાથી ધૂંઆપૂંઆ થઈ ગયો. લાવલશ્કર લઈએ જાતે લડવા માટે તૈયાર થવા લાગ્યો ત્યારે બ્રહ્માંડ ઉજવી દે તેવા જબરદસ્ત કડાકો થયો અને દેવ પુરુષ દરબારમાં હાજર થયા. રાજા અને તેની સભા આ ચમત્કારથી હતપ્રભ બની ગયા અને તે સૌ આ દૈવી પુરૂષ ને આણ સ્વીકારી લીધી.

અમરલાલ- ઝુલેલાલે ચૌદ વર્ષની વયે તો ચારેય વેદ કંઠસ્થ કર્યા. બચપણમાં પણ તેમણે અનેક ચમત્કારો કર્યા. એમને સોમો અને ભેદો નામના બીજા બે ભાઈઓ હતા. તેઓ બન્ને ગુજરાન માટે જુદો જુદો ધંધો કરતા હતા. શ્રી અમરલાલ પોતે આજીવન બ્રહ્મચારી હતા. એક વેળા પોતાના બંને ભાઈઓ તથા સંતપુગર નામે શ્રદ્ધાળુ ભક્તોએ પોતાના પાસે બોલાવી અમરલાલ ને તત્વજ્ઞાનનો ઉપદેશ આપ્યો જેની અસર બે ભાઈઓ ને ન થઈ પણ તે પુગર સંતનું હૈયું ઉઘાડ્યું. આ પછીથી પુગર સંત શ્રી અમરલાલ સાથે જ રહેતો. આ સંતની શ્રધ્ધા વધુ દ્રઢ કરવા માટે તમને સાગરના ગર્ભમાં –  વરુણપુરીમાં લઇ જઈ પોતે અનેક રિદ્ધિ સિદ્ધિ બતાવી. અમરલાલએ તમને ૭ અમૂલ્ય વસ્તુઓ આપી – ( ૧ ) ઝારી ( ૨ ) અગ્નિ ( ૩ ) કથા ( ૪ ) મુદ્રિકા ( ૫ ) ઢકલાવા ( ૬ ) સમરેશ  ( ૭ )  દેગ. આ વસ્તુઓ આપી દરિયાસ્થાનોની વ્યવસ્થા કરવું કહી શ્રી દરિયાના પેટમાંથી આવેલા સિંહાસન પર બેસી સ્વર્ગ પ્રયાણ કર્યું.

નશરપુર થી થોડે દૂર જેહજા ગામ છે. ત્યાંથી દરિયાલાલનું ભવ્ય સ્મારક આવેલ છે. ત્યાં પણ હિંદુ-મુસલમાન વચ્ચે ઝઘડો ઉભો થયો હિંદુઓ કહે કે દરિયાદેવ અમારા છે. જયારે મુસ્લમાનો કહે કે ઝિંદાપીર અમરદેવ અમારા છે. અંતે શ્રી લાલ એ પ્રગટ થઈ કહ્યું: ‘મને  તમે બધાને સમાન છો’  છતાં  વ્યવસ્થા ખાતર, બંનેના મનનું સમાધાન કરવા ખાતર ચમત્કારિક કૂવાઓ ની જવાબદારી મુસ્લિમ મુંજાવર ને સોંપી અને પૂજા નું કામ શ્રી લાલ ના કુટુંબ પૂજારાને સોપ્યું. સંત પુગરે તે મુજબ કર્યું. બને કોમો વચ્ચે એખલાસ સ્થપાયો.

સિંધ પ્રાંતમાંજ બખરનગરીનો રાજા એક દિવસ કામાંધ બન્યો અને સોદાગરની કાયાને તેને પોતાના મહેલ મોકલવા ફરમાન આપ્યું. સોદાગરએ દરિયાદેવને આરાધ્યા. દાદા પ્રગટ થયા અને રાજા શરણે આવ્યો, સોદાગરની ક્ષમા માંગી. તે દારિયાદેવનો ભક્ત બન્યો અને તેણે ત્યાં દરિયા સ્થાન બનાવ્યું.

શ્રી અમરલાલનો જન્મ દિવસે -ચૈત્ર સુદ બીજને દહાડે આધાપિ જહેજામાં પ્રચંડ મેળો ભરાઈ છે અને નસરપુરમાં પણ તે દિવસે ઉત્સવ તરીકે પળાય છે. તે દિવસે યાત્રારાળુઓ દરિયાસ્થનમાં જયોતિના દર્શન કરે છે. સિંધ દેશમાં શ્રી દરિયાલાલનો પ્રભાવ અતુલ છે.