Contacts

Matushri Shambai Kalyan Lohana Mahajanwadi, Agra Road, Kalyan-W. 421301

kalyan.lohanas@gmail.com

02512306695 / 02512327840

શ્રી કલ્યાણ લોહાણા મહાજનનું

બંધારણ

તા. ૧૫/૦૬/૧૯૬૬ થી અમલમાં આવેલું સુધારેલુ બંધારણ

૧. નામ:

આ સંસ્થાનું નામ “શ્રી કલ્યાણ લોહાણા મહાજન” રહેશે. આ બંધારણમાં જ્યાં જ્યાં “મહાજન”  શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય ત્યાં તેનો અર્થ શ્રી કલ્યાણ લોહાણા મહાજન સમજવો. કલ્યાણ લોહાણા જ્ઞાતિની રજીસ્ટર થયેલી સામાજિક તરીકે નોંધાયેલી તમામ વ્યક્તિઓનો સમાવેશ અત્રે થશે.

૨. કાર્ય પ્રદેશ:

કચ્છ (પૂર્વ-પશ્ચિમ), શાકંભર (પશ્ચિમ) અને એના તથા મુંદ્રા તાલુકાની નજદીકની ગમે તે મંડળીઓ કાર્યક્ષેત્ર ગણાશે.

૩. કાર્યાલય:

મહાજનનું કાર્યાલય શ્રી કલ્યાણ લોહાણા મહાજન, માધાપર કલ્યાણ લોહાણા વાડી, સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગ, માધાપર (કચ્છ) – ૩૭૦ ૦૦૧ અને અથવા મહાજનની તે વખતના વહીવટી નક્કી કરે તે પ્રમાણે રહેશે.

૪. ભાષા:

મહાજનની સામાન્ય વહીવટ ગુજરાતી ભાષામાં રહેશે.

૫. ઉદ્દેશો:

કચ્છ અને એક તરફ રાજકોટ જિલ્લાના તથા ભારતીય સંસ્કૃતિ સાથે સુસંગત રહી સમગ્ર લોહાણા જ્ઞાતિનું સંગઠન સ્થાપી તે દ્વારા સંસ્કાર અને વિદ્યા, ઔદ્યોગિક, સામાજિક અને કેળવણી ક્ષેત્રે વિકાસ સાધવો અને જ્ઞાતિ બંધુઓને બનતી સર્વ પ્રકારે શક્ય તેટલી મદદ કરવી એ આ મહાજનનો મુખ્ય ઉદ્દેશ રહેશે.

૬. હિસાબી વર્ષ:

મહાજનનું હિસાબી વર્ષ ૧ લી એપ્રિલથી ૩૧ મી માર્ચ રહેશે અને તે પ્રમાણે મહાજનનું પાકું સરવૈયું, જરુર જણાય તો મહાજનની સર્વ સામાન્ય સભામાં ઠરાવ કરી હિસાબી વર્ષ બદલી શકાશે.

૭. મહાજનની મિલકત:

મહાજનની હાલ જે કંઈ સ્થાવર કે જંગમ મિલકત છે તે અને હવે પછી જે કંઈ સ્થાવર કે જંગમ મિલકત થાય, આવે કે મળે તે સર્વે મિલકત મહાજનની માલિકીની ગણાશે, તેની અને માલિકીની રહેશે.

૮. મિલકતનો વહીવટ:

  • (ક) મહાજનની મિલકત તથા મહાજનના ટ્રસ્ટીઓના કબજામાં જુદી જુદી મિલકતનો વહીવટ મહાજનના ચૂંટાયેલા ટ્રસ્ટીઓ કરશે અને મહાજનના ઉદ્દેશોને પાર પાડવા ટ્રસ્ટીઓએ નિભાવ ખર્ચ કાઢ્યા બાદની વધેલી આવકનો શુભ હેતુથી ટ્રસ્ટીઓની સલાહથી વાડીઓ, મહાજનની ટ્રસ્ટીઓ તથા ટ્રસ્ટ મંડળની મિલકત વગેરેમાં ટ્રસ્ટીઓ રોકાણ કરશે. ટ્રસ્ટીઓ આ વધેલી આવક જુદા જુદા ભંડોળો ઊભા કરી, તેમજ સુધરાઈ પ્રમાણે તેમને સૂચિત થયેલ વેરા તથા જમીન મહેસુલ વગેરે દરેક વર્ષે ભરેલા હિસાબો તથા વાઉચરો રજૂ કરશે.
  • (ખ) સ્થાવર યા જંગમ મિલકતો, લોનના રોકાણો, દસ્તાવેજો, જે કંઈ અસ્કયામતો મહાજનશ્રીએ ચૂંટેલા ટ્રસ્ટીઓ, પ્રમુખશ્રી, ખજાનચીઓ, મંત્રીઓ અને અન્ય નિયુકત થયેલ અધિકારીને નામે, કબજે કે વહીવટતળે એક યા વધુ સભ્યોના નામે, કબજે કે વહીવટ તળે હોય તે સર્વ પર કુલ માલિકી હકક મહાજનશ્રીનો રહેશે.
  • (ગ) મહાજનશ્રીને પોતાની કે સ્વહસ્તકની મિલકતોની વ્યવસ્થા અને વહીહટ માટે એક અગર વધુ સભ્યોને ટ્રસ્ટી તરીકે નિમણુંક કરવાની કે છૂટા કરવાની અને કારોબારી સમિતિને અન્ય માનદ યા પગારદાર પદાધિકારી અને/અથવા કર્મચારી નિયુકત કરવાની, તેની સેવા શરતો નકકી કરવાની અને છૂટા કરવાની સત્તા રહેશે.
  • (ઘ) બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એકટ ૧૯૫૦ ને આધીન રહીને મિલકત વેચવાની, દુરસ્ત કરવાની, ખરીદવાની, ગીરવી મૂકવાની અગર સિક્યુરીટીઝમાં કે શેડયુલ્ડ અથવા કો-ઓપરેટીવ બેંકના ખાતામાં રોકાણ કરવાની સત્તા મહાજનશ્રીની રહેશે. બેંકમાં મૂકાયેલ સીકયુરીટીઝનો ઉપયોગ મહાજનશ્રીની પરવાનગીથી ‘મહાજનના હિતમાં જ થઈ શકશે.’
  • (ચ) ભેટસોગાદો રૂપે, ફંડ ફાળા રૂપે, યા અન્ય કોઈ રીતે જે મિલક્ત પ્રાપ્ત થાય તે સર્વ ઉપર માલિકી હકક મહાજનશ્રીનો રહેશે.
  • (છ) શરતી સખાવતો યા ભેટોનો સ્વીકાર મહાજનશ્રીની મંજૂરીને આધિન રહેશે.

૯. બેંક ખાતાઓ અને તેનો વહીવટ :

  • (ક) મહાજનશ્રીના બેંક ખાતાઓનો વહીવટ પ્રમુખ, માનદમંત્રી અને ખજાનચી આ ત્રણમાંથી કોઈપણ બે હોદ્દેદારોની સંયુકત સહીથી કરવામાં આવશે.
  • (ખ) મહાજનશ્રીના ઉદ્દેશની પૂર્તિ માટે અને અન્ય વહીવટ ખર્ચ માટે મહાજનશ્રીના રોકાણો તથા બેંક ખાતાઓની પુરાંતનો યથાયોગ્ય ઉપયોગ કરવાની સત્તા કારોબારી સમિતિને રહેશે..

૧૦. સભ્યો:

  • (ક) મહાજનના ‘સભ્ય’ બનવા ઈચ્છુક વ્યક્તિએ મહાજનના કાર્યાલયમાંથી અરજી પત્રક મેળવી, સંપૂર્ણ વિગતો સાથે નિયત ફી રૂા. ૧/— ભરીને—આજીવન/વાર્ષિક મહાજનના પ્રમુખને રજૂ કરવાની રહેશે.
  • (ખ) મહાજનના કાર્યક્ષેત્રની બહારના સભ્યો માટે કે જે સભ્ય વર્ષોથી સખત બીમાર હોઈ વસવાટ બદલવા ઈચ્છતા હોય તેવા ટ્રસ્ટીઓ સમિતિની ભલામણથી કાર્યવાહક સમિતિ મહાજનના સભ્ય ગણી શકશે અથવા નહીં.
  • (ગ) લોહાણા જ્ઞાતિની કોઈપણ વ્યક્તિ સભ્ય બની શકશે પણ લોહાણા મહાજનનું બંધારણ સ્વીકારવું પડશે.
  • (ઘ) જ્ઞાતિ પરિવર્તન કરનાર, પરણાવેલ પાગલ, નાદાર કે ફોજદારી ગુના માટે સજા પામેલ વ્યક્તિનું સભ્યપદ કાર્યકારી સમિતિ રદ / બંધબારણથી રદ કરી શકશે.

૧૧. સભ્યોના હક્કો:

  • (ક) દરેક સભ્યને મહાજનની સર્વ સામાન્ય સભામાં પોતે સમાન હક્ક અધિકાર રહેશે. જેનું નામ સભ્યોના રજીસ્ટરમાં નોંધાયેલું હશે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. જન્મ સભ્યોની ચૂંટણી બાબતમાં હાજર રહેવાનો, ચર્ચામાં ભાગ લેવાનો, સલાહો કે સૂચનાઓ કે અન્ય પ્રશ્નો અંગે મત લેવાનો તથા મત આપવાનો અને કારોબારી સમિતિના સભ્ય તરીકે ઉમેદવારી કરવાનો તથા બંધારણના ઠરાવોને અમલ સર્વે કરી શકશે.
  • (ખ) પ્રત્યેક સભ્યને મહાજનના સામાજિક શિક્ષણના કાર્યક્રમોમાં ભાગ લેવાનો કરવાનો રહેશે. મહાજનશ્રી આયોજિત કરેલાં પ્રવાસના પ્રિતીભોજનમાં નિરાંતરાહક ફરવાનો સમાન રહેશે.
  • (ગ) મહાજનની હાલની મિલકતો તથા આવકમાંથી થતી શુભ હેતુવાળી દરેક કાર્યવાહી કરવાનો દરેક સભ્ય હક્કદાર રહેશે.

૧૨. સભ્યોની ફરજો:

  • (ક) મહાજનના પ્રત્યેક સભ્ય મહાજનના તાલીમી ધારાધોરણો, પ્રણાલિકાઓ, શિસ્તના બંધારણ તેમજ તેના નિયમો તથા વખતોવખત મહાજનની અને કારોબારી સમિતિ દ્વારા કરવામાં આવતા વહીવટી સુધારા વધારા (નિયમો, પરિપત્રો, ઠરાવોમાં) નિષ્ઠાથી તેમજ આદેશોનું પાલન કરી સહકાર આપશે અને તેનું નિષ્ઠાપૂર્વક પાલન કરશે અને તેવી વિરુદ્ધનું વર્તન થતું હોય તો કરવામાં આવતું ખોટું વર્તન શોધવા માટે અદાલતનું કે ખાનગી સાક્ષર સલાહકાર આપશે નહીં.
  • (ખ) જ્ઞાતિના સર્વેની વિગતમાં જન્મ તારીખ, તન, મન, ધનથી સહકાર આપશે.

૧૩. મહાજનશ્રીનું વહીવટી તંત્ર:

  • (ક) મહાજનશ્રીનું વહીવટ ચલાવવા માટે મહાજનશ્રીના કારોબારી ચૂંટાયેલા ટ્રસ્ટીઓના ક્રમાંક નીચે પ્રમાણે સભ્યોની ૨૧ સભ્યોની નવી કારોબારી સમિતિની રચના વર્ષના અંતે જરૂર પ્રમાણે કારોબારી સમિતિની મુદત વધારવાનો અથવા બીજી નવી કારોબારી ચૂંટવાનો રહેશે.
  • (ખ) આ પ્રમાણે ચૂંટાયેલી કારોબારી સમિતિની મુદત ૩ વર્ષની ગણાય અને અથવા નવી કારોબારી ચૂંટણી થાય ત્યાં સુધીની ગણાશે.
  • (ગ) નવી કારોબારીની ચૂંટણી થયાના ૪૮ કલાકમાં જૂની કારોબારીના હોદ્દેદારોએ નવા હોદ્દેદારોને ચાર્જ સોંપી, તેમણે જે વહીવટ કરેલો હોય તેનો સંપૂર્ણ અહેવાલ રજૂ કરવો. કારોબારી સમિતિના હોદ્દેદારો જેમને જે વહીવટ સોંપવામાં અથવા ફેરફાર કરવાની સત્તા મહાજનશ્રીના ઠરાવથી રહેશે.
  • (ઘ) કોઈપણ બંધારણીય ફેરફાર (જૂના કે સુધારા), વધારા કે રદ કરવા) બાબતમાં કારોબારી સમિતિમાં રજૂ રહેશે. આવા કોઈપણ બંધારણીય ફેરફાર કરવામાં જણાવ્યા મુજબ કરવામાં રહેશે.
  • (ચ) મહાજનશ્રીની સર્વ સામાન્ય સભામાં બંધારણ સંબંધી મર્યાદાને આધીન રહીને ફેરફારો કરી શકાશે.

૧૪. કારોબારી સમિતિ:

  • ક) કલમ ૧૩ (ક) માં જણાવ્યા મુજબ મહાજનની વહીવટ ચલાવવા માટે મહાજનશ્રીની સર્વાનુમતે કામ કરવા ઇચ્છતા જુનાગઢ પ્રમાણે ચૂંટાશે. જેને કારોબારી સમિતિ તરીકે ઓળખવામાં આવશે.
  • (ખ) કલમ ૧૩ (ક) માં જણાવ્યા મુજબ કારોબારી સમિતિના ૨૧ સભ્યોની રહેશે. આ સમિતિ જરૂર જણાય તો કારોબારી સમિતિના નિષ્ણાત (એડ-વાઈઝર) રાખી શકશે. આ ઉપરાંત મુંદ્રાની તેમજ મંડાઈના કારોબારી સમિતિના પ્રમુખોને આ સમિતિમાં પૂરેપૂરા વિશેષ આમંત્રિત સભ્ય ગણી શકાશે, પરંતુ આ આમંત્રિતોને મતાધિકાર રહેશે નહીં.
  • (ગ) કારોબારી સમિતિની મુદત દરમિયાન (બે ચૂંટણી વચ્ચેના સમય દરમિયાન) જો કોઈ કારોબારી સભ્યની જગા કોઈપણ કારણસર ખાલી થાય તો તેને બદલે નવા સભ્યની નિમણૂંક કારોબારી સમિતિએ ૨/૩ સભ્યોની સહમતિથી આગામી ત્રણ મહિનાઓમાં કરવાની રહેશે. આવા નીમાયેલા સભ્યો કારોબારીના સભ્ય ગણાશે તથા કારોબારીની મુદત પુરી થતાં તેઓની પણ મુદત પૂરી થશે.
  • (ઘ) કારોબારી સમિતિના ૨૧ સભ્યોમાં (૧) પ્રમુખ, (૧) ઉપ પ્રમુખ (૧) માનદ મંત્રી (૨) સહમંત્રીઓ (૧) ખજાનચી તથા (૧૫) સભ્યો રહેશે. મહાજનના કોઈપણ પદાધિકારી સતત બે પૂર્ણ સત્રથી વધુ વખતની મુદત સુધી એ જ પદ પર રહી શકશે નહીં, તેમજ એક ( ઘરના બે સભ્યો કારોબારીના સભ્યપદે રહી શકશે નહીં.
  • (ચ) કારોબારી સમિતિની સભા અનિવાર્ય સંજોગો નહીં હોય તો દર બે મહિને ઓછામાં ઓછી એક વાર મળશે.
  • (છ) જે કારોબારી સભ્ય લાગલગાટ ત્રણ સભામાં ઉચિત અને લેખિત કારણ જણાવ્યા વગર ગેરહાજર રહેશે તેનું કારોબારી સમિતિનું સભ્યપદ ૨૬ થયેલું ગણાશે.
  • (જ) જે કારોબારી સભ્ય કારોબારીની મળેલી એકંદર સભાઓમાંથી અર્ધા કરતા વધારે સભાઓમાં હાજર રહ્યા હશે તેઓને જ આગામી ચૂંટણીમાં ઊભા રહેવાનો હકક રહેશે.
  • (ઝ) હોદ્દેદારોની ફરજો અને સત્તાઓ :
    ૧) પ્રમુખઃ કારોબારી સમિતિની સભાઓમાં તેમજ મહાજનશ્રીની અન્ય સભાઓમાં પ્રમુખ તરીકે કામગીરી બજાવશે તથા વહીવટી વડા તરીકેની જવાબદારી નિભાવશે. બંધારણની કોઈ કલમ, પેટા કલમ તથા નિયમના અર્થઘટન બાબતમાં પ્રશ્ન અંગેનો પ્રમુખશ્રીનો ખુલાસો કે નિર્ણય તે સભા પૂરતો બંધનકર્તા ગણાશે. કોઈપણ સભામાં પ્રમુખશ્રીને નિર્ણાયક મત આપવાનો અધિકાર રહેશે.
    ૨) ઉપ-પ્રમુખ : પ્રમુખની ગેરહાજરીમાં પ્રમુખનું કાર્ય સંભાળશે.
    3) માનદ્દ મંત્રી : કારોબારી સમિતિની તેમજ મહાજનની સભાઓ નિયમ પ્રમાણે બોલાવશે તથા આ સભાઓનું સંચાલન પ્રમુખના માર્ગદર્શન નીચે કરશે. મહાજનશ્રીના તમામ કાર્યક્રમોમાં સક્રિય ભાગ લેશે. કારોબારી સમિતિ તેમજ મહાજનની સભાઓની કાર્યવાહીની નોંધ (મિનિટ્સ) રાખશે તથા તે નિયમ પ્રમાણે મંજૂર કરાવશે.
    ૪) સહમંત્રીઓ : મંત્રીની ગેરહાજરીમાં મંત્રીનું કાર્ય સંભાળશે અને મહાજનના વહીવટી કામકાજમાં મદદ કરશે.
    ૫) ખજાનચી : મહાજનની આવક-જાવકનો હિસાબ રાખશે અથવા રખાવશે તથા તેને મંત્રીઓની મદદથી ઓડીટ કરાવી નિયમ પ્રમાણે મંજૂર કરાવશે. તથા દર વર્ષે ફેબ્રુઆરી માસમાં વાર્ષિક અંદાજપત્ર તૈયાર કરી માટે રજૂ કરાશે.
    ૬) કારોબારીની પૂર્વ સહમતિ સિવાય હોદ્દેદારોને એક સમયે એક કારણ માટે રૂા. ૫૦૦૦/-(પાંચ હજાર) ખર્ચ કરવાનો અધિકાર રહેશે.
    ૭) કારોબારી સભ્યો : કારોબારી સમિતિમાં સક્રિય રહી મહાજનના વહીવટમાં ફાળો આપશે.
  • ટ) કારોબારી સમિતિ જરૂર જણાયે વિવિધ પેટા સમિતિઓ અને તેના કન્વીનરો કારોબારીના સભ્યોમાંથી તેમજ કારોબારી સમિતિના સભ્ય ન હોવા છતાં યોગ્ય લાગે તેવા મહાજનશ્રીના અન્ય સભ્યોમાંથી નીમી શકશે. આવી સમિતિઓ જરૂર જણાતાં પોતાનાં કાર્યો માટે પદાધિકારીઓ નિમશે કે ચૂંટશે અને તેની જાણ કારોબારીને કરશે. આ પેટા સમિતિઓનો કાર્ય પ્રદેશ, સભ્યોની સંખ્યા અને નિયમો વગેરે કારોબારી સમિતિ નકકી કરશે. પેટા સમિતિઓના અહેવાલ કે યોજના પર જયારે કારોબારી સમિતિ વિચારણા અને નિર્ણય માટે એકત્ર થશે ત્યારે તે વિષય અંગેની સમિતિના કન્વીનર કારોબારીની સભામાં પોતાનો અભિપ્રાય રજૂકરી શકશે અને ચર્ચામાં ભાગ લઈ શકશે પરંતુ કારોબારી સમિતિના સભ્ય ન હોય તેવા પેટા સમિતિના સભ્યો આ બાબત પર પોતાનો મત આપી શકશે નહીં.
  • ઠ) મહાજનશ્રીના નેજા હેઠળ યુવા સમિતિ અને મહિલા સમિતિ જેવા વિભાગો કાર્યાન્વિત રહેશે. આવા વિભાગો પોતાના કાર્ય ક્ષેત્રની સુગમતા માટે આંતરિક નિયમો બનાવી પોતાના હોદ્દેદારો ચૂંટણીથી અથવા નિમણુંકથી નકકી કરશે અને કાર્ય કરશે. આવા વિભાગોની વ્યવસ્થા, સમિતિની મુદત વગેરે બાબતોમાં મહાજનશ્રીની કારોબારી હસ્તક્ષેપ કરશે નહીં. આ રીતે આવા વિભાગો સ્વાયત્તપણે મહાજનશ્રીનાં અંકુશ હેઠળ અસ્તિત્વ ધરાવશે. આવા વિભાગોના વડા/કન્વીનર કે પ્રમુખશ્રી મહાજનશ્રીની કારોબારી સાથે સતત સંપર્કમાં રહીને સંકલન જાળવશે.
  • (૩) કારોબારી સમિતિના સભ્યો પૈકી ૯ (નવ) સભ્યોની સહી વાળી ચોકકસ (Specific) કારણો સહિતની લેખીત અરજી મળતાં માનદ મંત્રી મોડામાં મોડી એક સપ્તાહની અંદર કારોબારીની સભા બોલાવશે. જો માનદ મંત્રી આવી કારણો સહિતની લેખીત અરજી મળ્યાના એક સપ્તાહની અંદર કારોબારી સમિતિની સભા ન બોલાવે તો સહી કરનાર કારોબારી સભ્યોમાંથી પાંચ સભ્યો પોતાની સહીથી આવી સભા બોલાવી શકશે. આવી સભા ઉપરોકત સભ્યોએ સાત દિવસની અંદર બોલાવવાની રહેશે. આવી સભામાં પાંચ સભ્યોનું કોરમ જરૂરી રહેશે. આવી સભા ફક્ત જે કાર્ય માટે મળી હોય તે જ કાર્ય કરી શકશે આવી સભામાં જે કાર્ય થાય તે કારોબારી સમિતિ તથા મહાજનશ્રીને બંધનકર્તા રહેશે.
  • (ઢ) કારોબારી સમિતિની સભા માટે ફોરમ (કાર્યસાધક સંખ્યા) ૧/૩ સભ્યોનું ગણાશે સભાના સમયે જો કોરમ નહીં હોય તો એ સભા અડધા કલાક બાદ તે જ સ્થળે મળશે તથા હાજર રહેલા સભ્યોનું કોરમ ગણાશે. આ સભા જે કામકાજ માટે મળી હશે તે જ કામકાજ કરી શકશે તથા તે કામકાજ કાયદેસરનું ગણાશે. ઉપરોકત નિયમ સભાનાં પરિપત્રમાં લખવાનો રહેશે.
  • (ણ) કારોબારી સમિતિના સભા સંચાલન અને કાર્યપધ્ધતિના નિયમો જે આ બંધારણમાં જણાવ્યા ન હોય તે કારોબારી સમિતિ પોતે વખતોવખત ઘડી શકશે.
  • (ત) કારોબારી સમિતિની સભાનો પરિપત્ર સભાના ત્રણ દિવસ અગાઉ કારોબારી સમિતિના સભ્યોને મોકલવાનો રહેશે.
  • (થ) જરૂર જણાયે કારોબારી સમિતિ મહાજનશ્રીની સર્વસામાન્ય સભા બોલાવી શકશે. પરંતુ દર બાર મહિને આવી એક સભા બોલાવવી આવશ્યક ગણાશે. આ સભા સામાન્ય રીતે મહાજનશ્રીનું વર્ષ પુરું થયે ત્રણ માસમાં બોલાવવાની રહેશે. મહાજનશ્રીની સભા કલમ ૧૫ માં જણાવ્યા પ્રમાણે બોલાવી શકાશે.
  • (૬) ચાલુ સત્ર દરમિયાન જો પ્રમુખ રાજીનામું આપશે તો તે સર્વસામાન્ય સભા સમક્ષ મૂકવામાં આવશે. જો આ સભાને યોગ્ય લાગશે તો તે સ્વીકારશે અને યોગ્ય લાગે તેને કે ઉપ-પ્રમુખને સત્ર પૂરુ થાય ત્યાં સુધી પ્રમુખ તરીકે નિયુક્ત કરી શકશે. પ્રમુખનું અવસાન થાય કે તેઓ કલ્યાણ છોડીને બીજે ગામ રહેવા જાય ત્યારે ઉપ-પ્રમુખે કાર્યવાહક પ્રમુખ તરીકેનો હોદ્દો સત્રના અંત સુધી સંભાળવાનો રહેશે.

૧૫. મહાજનશ્રીની સભાઓ :

  • (ક) કારોબારી સમિતિ જરૂર જણાયે મહાજનશ્રીની સર્વ સામાન્ય સભા બોલાવશે.
  • (ખ) કારોબારી સમિતિએ મહાજનશ્રીનું વર્ષ પૂરુ થયા બાદ અનિવાર્ય સંજોગો ન હોય તો ત્રણ માસમાં વાર્ષિક સામાન્ય સભા બોલાવવાની રહેશે.
  • (ગ) અનિવાર્ય સંજોગોમાં સામાન્ય સભા બોલાવવાનો સમય ત્રણ માસ લંબાવી શકાશે. 
  • (ડ) અને આવા સંજોગોમાં નવી ચૂંટાયેલી કારોબારી સમિતિની મુદત તેટલા પ્રમાણમાં ટૂંકાયેલી ગણાશે.
  • (ઘ) વાર્ષિક સામાન્ય સભામાં નીચેના કાર્યો કરવામાં આવશે. ૧) ગત સામાન્ય સભાની મિનિટસનું વાચન તથા મંજુરી. ૨) ગત વર્ષના હિસાબની રજૂઆત અને મંજૂરી ૩) ગત વર્ષના અહેવાલનું વાચન અને મંજૂરી
    (૪) સભા બોલાવવાના પરિપત્રમાં દર્શાવેલા એજેન્ડા પ્રમાણેનાં અન્ય કામકાજ ૫) પ્રમુખશ્રીની રજાથી જે કાર્ય રજૂ થાય તે
  • (ચ) સામાન્ય સભાનો પરિપત્ર મહાજનના સભ્યોને પંદર (૧૫) દિવસ અગાઉ થાનાઈ દ્વારા, અથવા અન્ડર પોસ્ટલ સર્ટીફીકેટ (UPC) પોસ્ટ દ્વારા અથવા સ્થાનિક વર્તમાનપત્રમાં જાહેર ખબર છપાવીને મોકલી શકાશે.
  • છ) મહાજનશ્રીની સભાનું કામ ચલાવવા આવશ્યક હાજરી (કોરમ) ૧૦૧ (એકસો એક) નોંધાયેલ સભ્યોની ગણાશે.
  • જ) મહાજનશ્રીની સભામાં પરિપત્રમાં જણાવેલ સભાના સમયે આવશ્યક હાજરી નહિ હોય તો તે સભા મુલતવી રહેલી ગણાશે, અને તે મુલતવી રહેલી સભા ત્યારબાદ અર્ધા કલાક પછી તે જ સ્થળે માત્ર કાર્યસૂચી (એજન્ડા) પ્રમાણેનું કામકાજ કરી શકશે અને તે કાયદેસર ગણાશે. આવી સભા માટે કોરમનો બાધ રહેશે નહિં.
  • ઝ) જો કોઈ તાકીદના કારણસર મહાજનશ્રીની તાત્કાલિક (અર્જન્ટ) સભા બોલાવવાની જરૂર પડે તો કારોબારી સમિતિ આવી અસાધારણ સર્વસામાન્ય સભા કલમ ૧૫ (ચ) માં જણાવ્યા પ્રમાણે ૭ (સાત) દિવસ અગાઉ પરિપત્ર મોકલાવી બોલાવી શકશે. તાકીદની સર્વસામાન્ય સભાનો પરિચય કોઈપણ કારણસર કોઈ સભ્યને ન મળે કે મોડો મળે તો પણ આવી સભા કાયદેસરની ગણાશે અને સભામાં થયેલ કાર્યવાહી અને લેવાયેલ નિર્ણયો દરેક સભ્યને બંધનકર્તા રહેશે.
  • ટ) કોઈપણ કારોબારી સમિતિનો સભ્ય (હોદ્દેદારો સહીત) કે કોઈપણ સમિતિનો નિયુક્ત સભ્ય અથવા મહાજનશ્રીનો સભ્ય જો લેખિત રાજીનામું આપે તો કારોબારી સમિતિ તેનો નિર્ણય ૩૦ દિવસમાં કરશે અને આ રીતે પ્રત્યેક રાજીનામું સ્વીકૃત થયે અમલી બન્યું ગણાશે.
  • ઠ) કોઈપણ સભ્યને મહાજનશ્રીના બંધારણ, ઠરાવો કે અન્ય કંઈપણ બાબત અંગે માહિતી જોઈતી હોય તો તેની લેખિત માંગણી કરવાથી પદાધિકારીઓ એ અંગે ૧૫ દિવસમાં લેખીત પ્રત્યુત્તર આપશે.
  • ઠ) મહાજનના બંધારણમાં તથા તેની કોઈપણ કલમમાં કોઈપણ જાતનો સુધારો વધારો કે ફેરફાર કરવાની જરૂર જણાય ત્યારે કલમ ૧૯માં જણાવ્યા મુજબ આ સુધારો, વધારો, ઘટાડો, ફેરફાર કે રદ્દ કરી શકાશે.

૧૬. મહાજનની રિકિવઝીશન સભાઓ :

  • (ક) કલમ ૧૮ (છ) પ્રમાણેની મહાજનશ્રીની છેલ્લી યાદીમાંના ઓછામાં ઓછા ૧૦૧ સભ્યોની સહી તથા પૂરાં નામ અને સરનામા સાથેની મહાજનની સભા બોલાવવા માટેની કારણો છ) દર્શાવતી માંગણી આવેથી, મંત્રીઓ મોડામાં મોડા ૩૦ દિવસની અંદર તેવી સભા બોલાવશે. આવી સભા રિકિવઝીશન સભા ગણાશે.
  • ખ) મંત્રીઓ આવી સભા ૩૦ (ત્રીસ) દિવસમાં નહીં બોલાવે તો તે સમય બાદ માંગણી પર સહી કરનારાઓમાંથી પાંચ વ્યક્તિઓ પોતાની સહી સાથે આવી સભા બોલાવી શકશે અને તે સભા કાયદેસરની ગણાશે. તેઓ તરફથી આવી સભાનો પરિપત્ર દૈનિક વર્તમાનપત્ર, થાનાઈ અથવા અન્ડર પોસ્ટલ સર્ટીફીકેટ (UPC) દ્વારા ઓછામાં ઓછા ૧૦ દિવસ પહેલાં મહાજનના નોંધાયેલા સભ્યોને મોકલવાનો રહેશે.
  • ગ) રિકિવઝીશન સભામાં રિકિવઝીશનમાં જણાવેલ કાર્ય સિવાય બીજું કોઈપણ કાર્ય તે સભા હાથ ધરી શકશે નહીં.
  • ઘ) રિકિવઝીશનથી બોલાવવામાં આવેલી સભામાં રિકિવઝીશન પર સહી કરનારાઓમાંથી ઓછામાં ઓછા ૫૧ (અર્ધા) સભ્યોની હાજરીની અનિવાર્ય આવશ્યકતા રહેશે. સભાના નિયત સમયથી અર્ધા કલાકમાં આટલી લઘુતમ સભ્યોની હાજરી ન થતાં આવી સભા કોરમના અભાવે બરખાસ્ત થયેલ ગણવામાં આવશે અને રિકિવઝીશન ૨૬ થયેલું ગણાશે.
  • ચ) રિકિવઝીશન મળ્યાથી ૭ (સાત) દિવસની અંદર રિકિવઝીશન કરનારાઓએ નિયુક્ત કરેલ ત્રણ પ્રતિનિધિઓને મંત્રીશ્રીએ રિકિવઝીશન અંગેના કારોબારી સમિતિના નિર્ણયની જાણ કરવાની રહેશે. જો મંત્રી તરફથી આવી જાણ નિયુક્ત પ્રતિનિધિઓને સાત દિવસની અંદર કરવામાં નહીં આવે તો કલમ ૧૫(ક) (ખ) પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવશે.
  • છ) રિકિવઝીશન સભા જો મંત્રી ન બોલાવે અને રિકિવઝીશન કરનારાઓ આવી સભા બોલાવવા ઈચ્છતા હોય તો તેમને રિકિવઝીશનની તારીખ થી ૪૫ દિવસની અંદર આવી સભા બોલાવવાની રહેશે. જો ૪૫ દિવસની અંદર આવી સભા બોલાવવામાં નહીં આવે તો રિકિવઝીશન ૨૬ થયેલું ગણાશે.

૧૭. કારોબારી સમિતિની ચૂંટણી :

  • ક) કારોબારી સમિતિની ચૂંટણી દર ત્રણ વર્ષે આ બંધારણની જોગવાઈ અનુસાર યોજાશે.
  • ખ) ત્રણ વર્ષ પૂરાં થતાં મોડામાં મોડા ત્રણ માસમાં ચૂંટણીની સામાન્ય સભા કલમ ૪/૧૫માં જણાવ્યા પ્રમાણે મળશે.
  • ગ) અનિવાર્ય સંજોગોમાં ચૂંટણી વધુમાં વધુ ત્રણ માસ લંબાવી શકાશે.
  • ઘ) ચૂંટણી પેનલ પધ્ધતિથી થશે.
  • ચ) પેનલમાં કલમ ૧૪ (ઘ) પ્રમાણે હોદ્દેદારો સહિત ૨૧ સભ્યોના નામ હોવા જોઈશે.
    પેનલમાં જે સભ્યોનાં નામ હોય તે ઓછામાં ઓછા ચૂંટણીની તારીખની કલમ ૯ માં જણાવ્યા પ્રમાણેના મહાજનનાં સભ્યો હોવા જરૂરી છે.
  • છ
  • જ) પેનલમાંના ઓછામાં ઓછા ૧૯ સભ્યો ચૂંટણી સભામાં હાજર રહેવા જોઈશે તથા ગેરહાજર સભ્યનો અનુમતિ પત્ર પેનલ જોડે આપવાનો રહેશે. આ પ્રમાણે પૂર્તતા ન કરતી પેનલ રદ્દ થયેલી ગણાશે.
  • ઝ) પેનલમાં પેનલ મૂકનાર તથા અનૂમોદન કરનાર સભ્યનાં નામ તથા સહી હોવા જોઈશે તથા આ સભ્યો ચૂંટણીની તારીખથી ઓછામાં ઓછા ૬ મહિનાથી મહાજનશ્રીનાં નોંધાયેલા સભ્યો હોવા જોઈએ.
  • ટ) કારોબારી સમિતિની ત્રિવાર્ષિક ચૂંટણી સભા માટેનો પરિપત્ર કલમ ૧૮ (ક) માં જણાવ્યા મુજબ મોકલવાનો રહેશે.
  • ઠ) જે નોંધાયેલ સભ્ય પેનલ મૂકવા માંગતા હશે તેમણે પોતાની પેનલ કલમ ૧૬ (ચ)(છ)(જ)(ઝ) મુજબ તૈયારી કરી ચૂંટણીના દિવસે ચૂંટણી સભાના ઓછામાં ઓછા ત્રણ કલાક પહેલાં મહાજનશ્રીના કાર્યાલયમાં પહોંચાડવાની રહેશે.
    ૩) ચૂંટણી સભા શરૂ થાય તે અગાઉ પેનલ મૂકનાર વ્યકિત પોતાની પેનલ અનુમોદકની સંમતિથી પાછી ખેંચી શકશે.
  • ઢ) કોઈપણ સભ્ય વધારેમાં વધારે બે પેનલમાં પોતાનું નામ મૂકવાની અનુમતિ આપી શકશે અને જો કોઈપણ સભ્ય બે થી વધારે પેનલમાં પોતાના નામના સમાવેશની અનુમતિ આપશે તો તે વખતની ચૂંટણીમાં કારોબારી સભ્ય થવાને પાત્ર રહેશે નહીં.
  • ણ) એક વખત અનુમતિ આપ્યા પછી કોઈપણ સભ્ય પોતાની અનુમતિ પાછી ખેંચી શકશે નહીં.
  • ત) નવી કારોબારી સમિતિની ચૂંટણીની વ્યવસ્થા અને તે નિષ્પક્ષ રીતે પાર પડે તે માટે વર્તમાન કારોબારી સમિતિ ત્રણ સભ્યોની ચૂંટણી સમિતિની નિમણૂંક કરશે. આ સભ્યો ચૂંટણીમાં ઉમેદવારી કરી શકશે નહીં. ચૂંટણી સમિતિનું કાર્ય નીચે જણાવ્યા પ્રમાણે રહેશે.
    १. આવેલી પેનલની ચકાસણી પેનલ સૂચવનાર અને / અથવા અનુમોદન કરનારની હાજરીમાં ચૂંટણી સભાના નિર્ધારીત સમય પહેલાં કરશે. પેનલ સ્વીકૃત કે રદ્દ થયાનો બહુમતિ કે સર્વાનુમતિ નિર્ણય લેખીત સ્વરૂપે કરશે. આમ કરતા પહેલા સૂચન કરનાર કે અનુમોદન કરનારનું નિવેદન ધ્યાનમાં લઈને નિર્ણય પ્રમુખશ્રી દ્વારા જાહેર કરશે.
    २. કલમ ૧૭ ની સર્વ પેટા કલમ પ્રમાણે પેનલની ચકાસણી કરશે.
    3. ચૂંટણી સમિતિના સભ્યો પોતાની સંયુક્ત સહીના મતપત્રકો તૈયાર કરશે.
    ४. મતદાનની પ્રક્રિયાના નિયમો નકકી કરી અમલ કરશે.
    ५. પેનલ સૂચવનાર અને/અથવા અનુમોદન કરનારની હાજરીમાં મત ગણતરી કરશે અને નિકાલ જાહેર કરશે. પેનલ સૂચવનાર કે અનુમોદન કરનાર જો મત ગણતરી સમયે
    હાજર ન રહે તો પણ મતગણતરીનો નિકાલ તેઓને બંધનકર્તા રહેશે.
    ૬. ચૂંટણી અંગેની દરેક બાબતમાં ચૂંટણી સમિતિનો ફેંસલો આખરી અને દરેકને બંધનકર્તા રહેશે.
  • (થ) ચૂંટણી સમિતિ પાસે નિર્ધારિત સમય સુધીમાં જો ફકત એકજ પેનલ આવે અને તેને ચકાસણી બાદ મંજૂર કરવામાં આવે તો આવું પેનલ પ્રમુખશ્રી દ્વારા ચૂંટણી સભાના દિવસે બિનવિરોધ વિજયી ઘોષિત કરવામાં આવશે.
  • (દ) જો નિર્ધારીત સમય સુધીમાં એકપણ પેનલ નહીં આવે તો ચૂંટણી સભાના દિવસે હાજર રહેલા સભ્યો પોતાની પેનલ બનાવી તે જ વેળાએ મૂકી શકશે. આ રીતે બનાવેલ પેનલમાં જે સભ્યોના નામ હોય તેમની સહી અથવા અનુમતિ પત્રની જરૂર જો તેઓ પોતે સભામાં હાજર હોય તો રહેશે નહીં, પરંતુ ગેરહાજર સભ્યનું નામ જો પેનલમાં હશે તો તે સભ્યનો અનુમતિ પત્ર સભા સમક્ષ વાંચી સંભળાવવાનો રહેશે.
  • (ઘ) ચૂંટણી ગુપ્ત મતદાન દ્વારા થશે.
  • (ન) કોઈપણ વ્યકિત જે મહાજનશ્રીનું સભ્યપદ ધરાવતી હોય પણ મહાજનશ્રીના પગારદાર સેવક હોય અથવા કાયમી આર્થિક લાભ મેળવતા હોય અથવા મહાજનશ્રીની મિલકતના ભાડુત્રી હોય તેને કારોબારી સમિતિના સભ્ય થવાનો કે ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર રહેશે નહીં.

૧૮. ત્રિવાર્ષિક સર્વસામાન્ય સભા (ચૂંટણી સભા) અંગેના નિયમો :

  • (ક) ત્રિવાર્ષિક સર્વસામાન્ય સભા (ચૂંટણી) ની તારીખ નકકી થાય ત્યારબાદ સભાની તારીખ અગાઉ ૨૧ દિવસ પહેલાં સભાનો પરિપત્ર સભ્યને મોકલવાનો રહેશે. તેમાં નવી કારોબારી માટેની પેનલ મંગાવવાની અપીલનો નિર્દેશ કરવાનો રહેશે. નવી કારોબારી સમિતિ માટેની પેનલો કોને? કયાં? અને કયારે ? પહોંચાડવી તેનો નિર્દેશ કરવાનો રહેશે. મહાજનશ્રીના ઓડીટ થયેલા હિસાબો સભ્યોના નિરીક્ષણ માટે મહાજનશ્રીના
    કાર્યાલયમાં મુકાયા છે તેનો નિર્દેશ કરાશે.
  • (ખ) પેનલ બંધ કવરમાં મંગાવવાનું રહેશે.
  • (ગ) ત્રિવાર્ષિક સર્વસામાન્ય સભા (ચૂંટણી સભા) ની કાર્યસૂચી નીચે પ્રમાણે રહેશે.
    ૧. ગત સભાની નોંધ / મિનિટ્સનું વાંચન અને મંજૂરી
    ૨. ગત વર્ષના હિસાબની રજુઆત અને મંજૂરી
    ૩. ગત વર્ષના અહેવાલનું વાંચન અને મંજૂરી
    ૪. આગામી ત્રણ વર્ષ માટે ઓડીટરની નિમણૂંક
    ૫. આગામી ત્રણ વર્ષ માટે કારોબારી સમિતિની ચૂંટણી
    ૬. પ્રમુખશ્રીની સહમતિથી રજૂ થાય તે અન્ય કામકાજ
  • (ઘ) ચુંટણી અંગેનો ખર્ચ મહાજનના વહીવટના સામાન્ય ખર્ચ તરીકેનો ખર્ચ લેખવામાં આવશે.

૧૯. બંધારણમાં ફેરફાર :

  • (ક) આ બંધારણ અમલમાં આવતાં આ પહેલાનું આ સંસ્થાનું જે બંધારણ હશે તે, તેના સુધારા, વધારા, ફેરફારો સહિત રદબાતલ ગણાશે.
  • (ખ) આ બંધારણમાં જરૂર જણાય તો ફેરફાર કરવાનો અધિકાર માત્ર મહાજનની સામાન્ય સભાને રહેશે.
  • (ગ) બંધારણમાં ફેરફાર, સુધારો, વધારો, ઘટાડો કે અન્ય કોઈ ફેરફાર કરવાની જરૂર જણાય ત્યારે કારોબારી સમિતિ મહાજનની સામાન્ય સભા કલમ ૧૪માં જણાવ્યા પ્રમાણે બોલાવશે.
  • (ઘ) આવી સામાન્ય સભા બોલાવવાના પરિપત્રમાં બંધારણમાં સૂચિત ફેરફાર કરવા અંગેનો મુસદ્દો આપવાનું જરૂરી છે. મહાજનની સામાન્ય કે અસાધારણ સભાને સભા વખતે આ ઠરાવમાં જરૂરી ફેરફાર કરવાની સત્તા રહેશે.
  • (ચ) બંધારણમાં ફેરફાર કરવાના ઠરાવને હાજર રહેલા સભ્યોના ઓછામાં ઓછા ૩/૪ મતો મળવા જરૂરી છે.

Sign In

Register

Reset Password

Please enter your username or email address, you will receive a link to create a new password via email.