ઇતિહાસ
ઐતિહાસિક કલ્યાણ શહેરમાં સન – ૧૯૦૫ માં ૫૦ જેટલા જ્ઞાતિ પરિવાર વસતા હતા. સન- ૧૯૨૮ માં શ્રી કલ્યાણ લોહાણા મહાજન ની વિધિવત સ્થાપના કરવામાં આવી. ૧૯૪૬ માં માતુશ્રી શામબાઈ મોરારજી દ્વારા ભેટ મળી જગ્યામાં માતુશ્રી શામબાઈ લોહાણા મહાજનવાડી ના નિર્માણનું કાર્ય શરૂ થયું. ૨૯ ટ્રસ્ટીઓનો સમાવેશ કરી માતુશ્રી શામબાઈ લોહાણા મહાજનવાડી ટ્રસ્ટ ની રચના કરી ૧૯૫૩ માં તેને રજીસ્ટર કરાવવામાં આવ્યું.